હાલને સૈયર ગામડે જઈએ
હાલને સૈયર ગામડે જઈએ
રણઝણતો રાહડો ગાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...
ખળખળતા ઝરણામાં ન્હાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...
ડેલીએ બેઠેલ ઓલા ડાયરામાં
મોભીનો માભો શું લાગશે ,
ધોળાફૂલ કેડિયામાં, ચોરણીમાં ,
મૂછોમાં મરકંતો ભાભો શું તાગશે,
ઘૂંઘટમાં શરમાતાં નેણોનાં તીર
લીલી મહેંદીનો રંગ લાલ લાગશે ,
આંખ્યું નચાવીને ગીત નવાં ગાવારે
રાહડામાં રંગ નવો જામશે ,
ભાત્યુંના થાપાને અડવાને .... ધબકંતા ટહુકાને લેવાને ....
હાલને સૈયર ગામડામાં જાઈએ ...
રણઝણતી ઘૂઘરિયું પગમાં
ઝમકંતી હેમની હેલ ઝીણું બોલે ,
ચસચસતી ચોરણીને આંટિયાળી
પાઘડીમાં બાંકો જુવાન કેવો ડોલે
શેઢે ઊગેલ પીળા રાયડાનાં ફૂલ
કાંઈ ઝમ્મક ઝમ ચડતાં ઈ ઝોલે
લીલી વનરાયુંમાં આવીજા ફરવાને
વનરાયું વાત બધી ખોલે ,
દલડાની વાતુંને ભરવાને ....માટીની સોડમમાં ફરવાને .....
હાલને સૈયર ગામડામાં જાઈએ ...