ગુરુજી તમે !
ગુરુજી તમે !
1 min
290
સંસાર સાગર પાર કરાવો ગુરુજી તમે,
સન્મુખ પરમેશને પ્રગટાવો ગુરુજી તમે.
સોંપ્યું છે મુજ જીવન સુકાન તમને હવે,
તમામ બૂરાઈઓથી છોડાવો ગુરુજી તમે.
ગ્રહી છે બાંય અમારી તમે છો તારનારા,
દોષો અગણિતને ભૂલાવો ગુરુજી તમે.
તમારા સમાન નથી જગમાં કોઈ અમારે,
આશિષ ઉર થકી વરસાવો ગુરુજી તમે.
ઇશથીય અધિક તમે છો સર્વસ્વ સુકાની,
જીવનનૈયાંને પાર લગાવો ગુરુજી તમે.
અગણિત ઉપકાર તમારા વંદન કોટિ કોટિ,
અવસર ગુરુ પૂર્ણિમા શોભાવો ગુરુજી તમે.
