ગુરુ વિના
ગુરુ વિના
સત્યનું આપણને ભાન કેમ થાય ગુરુ વિના,
શાસ્ત્રોનું આપણે જ્ઞાન કેમ થાય ગુરુ વિના,
મળ્યો છે દેહ માનવનો પરમ કૃપા છે ઈશની,
સચેત એ આપણા કાન કેમ થાય ગુરુ વિના,
પરમ લક્ષ માનવનું પરમેશને પામવાનું રહ્યું ને,
વેદ ઉપનિષદો તણું ગાન કેમ થાય ગુરુ વિના,
સુતથીય અધિક સ્નેહ રાખીને તારનારા છે એ,
આપણા દોષો તણું નિદાન કેમ થાય ગુરુ વિના,
ઈશ સુધી પહોંચાડનારા છે એ તો પયગંબર,
સંતજનોનું સમાજે સન્માન કેમ થાય ગુરુ વિના,
ગુરુ તો પરમેશ્વરથીય અધિક છે જે આપણા,
જીવ હરિમાં આખરે મસ્તાન કેમ થાય ગુરુ વિના,
માતાપિતા પછીનું સ્થાન છે એનું જગતમા સદા,
મનુજનું કલિયુગમાં ઉત્થાન કેમ થાય ગુરુ વિના.
