ગતિ આપણી
ગતિ આપણી

1 min

19
માર્ગમાં આવતા અંતરાયો રોકે છે ગતિ આપણી.
ક્યારેક નિજી નબળાઈઓ રોકે છે ગતિ આપણી.
સાવ સરળ રસ્તો નથી હોતો જિંદગીમાં હંમેશાં,
લોકમુખે અપાતી વધાઈઓ રોકે છે ગતિ આપણી.
આશાનો દીપ સદાકાળ જલતો જ રાખી જીવીએ,
નિરાશાની બજે શરણાઈઓ રોકે છે ગતિ આપણી.
સ્થિર મનને દ્રઢ મનોબળ સાથી છે મંજિલ સુધીના,
લક્ષ્યફેરેને થતી અદેખાઈઓ રોકે છે ગતિ આપણી.
મંજિલ મળે છે એને જે રહે કર્મયોગી નિરંતરને,
નાહિંમત દેખીને કઠણાઈઓ રોકે છે ગતિ આપણી.