STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ઘટી છે

ઘટી છે

1 min
18

આજે માણસ તરીકેની વિશ્વસનીયતા ઘટી છે,

આજે માણસની ખુદની એવી માનવતા ઘટી છે.


ચહેરેમહોરે તો સૌ સારાને સજ્જન દેખાય છે.

ભરોસાની વાત ન કરો તમે કદી સભ્યતા ઘટી છે.


વિચારે જુદું, બોલે પણ જુદુંને વર્તે પણ જુદું જ,

માને છે એ પણ માણસ હોવાની શક્યતા ઘટી છે.


સાવ પશુથીય નપાવટ લાગે પૈસાનો ગુલામ એ,

સમાજમાં રહે છે તેમ છતાં સામાજિકતા ઘટી છે.


કાચિંડાને દીધો હરાવી રંગ બદલવાની સ્પર્ધામાં,

સંસ્કૃતિ પ્રત્યેની એની જાણે સભાનતા ઘટી છે.


Rate this content
Log in