એટલે બસ !
એટલે બસ !
1 min
519
મને હરિ નામનો આહાર મળી જાય એટલે બસ,
ત્રૂટક ત્રૂટક નહીં લગાતાર મળી જાય એટલે બસ,
છે નયનની ઝંખના સંમુખ દીદાર કરવાની મારી,
કોઈ પણ રૂપે એ આકાર મળી જાય એટલે બસ,
ભવોભવની ચાહત મારી હવે પરાકાષ્ઠા પામતી,
હરિ તારા જેવો સૂત્રધાર મળી જાય એટલે બસ,
રખડતો, ભટકતો, અટકતો, ફસાતો લખચોરાશી,
તારા શરણે મને આવકાર મળી જાય એટલે બસ,
છું મરીઝ ભવરોગ તણો દર્દને સહી રહેનારો હું,
એકવાર તારો મને સ્વીકાર મળી જાય એટલે બસ.
