એક હદ આપી
એક હદ આપી
1 min
14K
ખુશી અનહદ આપી,
છતાંય એક હદ આપી.
જિંદગીમાં પૂનમની સાથે,
એક વદ આપી.
અશ્રુઓનાં ધોધને,
આંખોની સરહદ આપી.
પણ ઇશ્વરે લાગણીઓ,
હ્રદયસ્પર્શી અને બેહદ આપી.
