STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

દુષ્ટતા

દુષ્ટતા

1 min
23.4K

દુષ્ટતા ત્યજી શકતા નથી દુર્જનો કદી,

સજ્જનતા આચરતા નથી દુર્જનો કદી,


ગળથૂથીમાં હોય છે બૂરું કરી જંપવું,

માનવતા મહાલતા એ નથી દુર્જનો કદી,


પરપીડન એની હોય છે વૃત્તિને પ્રવૃત્તિ,

નથી દેખાતા સભ્યતામાં એ દુર્જનો કદી,


કરે છે સંચય પાપનો માનવ હોવા છતાં,

અપકાર સદાયે કરતા એ દુર્જનો કદી, 


એડવાન્સ બુકિંગ નર્કનું કરાવે આજથી,

પાપનો ઘડો પોતે ભરતા એ દુર્જનો કદી.


Rate this content
Log in