દુષ્ટ
દુષ્ટ

1 min

55
દુષ્ટો છે એટલે જ વખણાય છે સજ્જન.
દુષ્ટો થકી જ કિંમત અંકાય છે સજ્જન.
અંધારા વિના પ્રકાશની કદર ન થાય કદી,
દુષ્ટો થકી જ સહુને સમજાય છે સજ્જન.
પ્રકૃતિભેદે પરિસ્થિતિ બદલાઈ જાય છે,
દુષ્ટોના પ્રહારે સાવ શુદ્ધ થાય છે સજ્જન.
આખરે વિજય તો સત્યનો જ થનાર છે.
તેમ છતાં દુષ્ટો થકી એ પીડાય છે સજ્જન.
નિજ સ્વભાવ છોડવામાં ઊભય અસમર્થ,
તેથી જ તો પરોપકારી ગણાય છે સજ્જન.