દુનિયાએ
દુનિયાએ
1 min
400
દેવાય એટલા ડામ આ હદયને દીધા છે દુનિયાએ,
પીવાય એટલાં લોહી અવિરત પીધાં છે દુનિયાએ,
મારીને ધક્કો તમને આગળ જનાર છે એ દુનિયા,
વાંક અમારો એટલો અમે સાવ સીધા છે દુનિયાએ,
અહમ્ પોતાનું પોષવા એ કૈંકને નમાવીને જંપનારી,
કેટલાયના ઊનાઊના નિસાસા લીધા છે દુનિયાએ,
નથી ડર એને કુદરતનો લેશમાત્ર એનાં અંતરઆત્માને,
નમ્રતાને નિર્બળતા ગણાવી કેવાં કીધાં છે દુનિયાએ,
ના પૂછશો હાલ મારા હદયના ક્યારેય તમે ભૂલથી,
પરાની સામે વેણ વૈખરી સદાય વદ્યાં છે દુનિયાએ.
