દર્દ
દર્દ
1 min
382
હસતા ચહેરે દર્દ દિલમાં છૂપાયેલું હોય છે,
કોને કહું વેદના એ પણ ઘવાયેલું હોય છે,
ભીતર ભારોભાર વડવાનલ ભભૂકતો હો,
વાત સાગરની ઉત્તંગ છવાયેલું હોય છે,
હરેક દર્દની કૈં દવા હોય એ જરુર નથીને,
તાણાવાણા જેમ દર્દ વણાયેલું હોય છે,
દર્દ વિનાની જિંદગી કદી ન વિચારી શકું,
છે એ મારુંને અંતરમાં ધરબાયેલું હોય છે,
પનારો એનો મારાથી અવિરત રહ્યો સદા,
ઉરનું ઔદાર્ય કે એમાં અંકાયેલું હોય છે.
