દિલની વાતો
દિલની વાતો
દરેકને કહી શકાતી નથી દિલની વાતો,
તેમ છતાંય છૂપાતી નથી દિલની વાતો.
લાગી જાય સવામણનું તાળું મિલને,
વાણી વદી શકતી નથી દિલની વાતો.
ઘાયલની ગતિ સલામત શું જાણતો ?
અંતરે સહી શકાતી નથી દિલની વાતો.
દિલની વેદના મન બિચારું શું સમજે !
પીડા આપી શમતી નથી દિલની વાતો.
કેવું અડવીતરું એવું ચહે જે ન મળતું,
એને દયા કદી ખપતી નથી દિલની વાતો.