STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ધૂળેટી ઊજવીએ

ધૂળેટી ઊજવીએ

1 min
317

અધર્મ પર ધર્મનો વિજય ધૂળેટી ઊજવીએ,

અસત્ય પર સત્યનો વિજય ધૂળેટી ઊજવીએ,


હતો ત્રાસ પિતાનો પ્રહલાદ પર કેટકેટલોને,

આવ્યો ભક્તનો પણ સમય ધૂળેટી ઊજવીએ,


વરદાન પામેલ હોલિકાને પણ બળવાનું થયું,

પ્રહલાદને ઉગારવાનો આશય ધૂળેટી ઊજવીએ,


હતી અમીદ્રષ્ટિ હરિની છોને પિતા સંતાપતો,

આખરે હરિનો થયો છે જય ધૂળેટી ઊજવીએ,


રંગગુલાલે એકમેકને રંગી દઈએ ઉત્સાહથી,

ના રહે પછી પાપીઓનો ભય ધૂળેટી ઊજવીએ.


Rate this content
Log in