દગાખોર
દગાખોર
દગો કરનાર ક્યારેય સુખી થતા નથી,
ને છેતરનાર ક્યારેય સુખી થતા નથી.
ઈન્સાનિયતના નિયમો નેવે મૂકે પછી,
પાપ કમાનાર ક્યારેય સુખી થતા નથી.
વિશ્વાસે વહાણ ચાલતાં એક કાળમાં,
ભરોસો તોડનાર ક્યારેય સુખી થતા નથી.
અહીંનું કરેલું અહીં જ ભોગવવું પડે,
સત્ય છૂપાવનાર ક્યારેય સુખી થતા નથી.
" હાય " ગરીબની ક્યારેય અફર ન જાતી,
પુણ્યને ભૂલનાર ક્યારેય સુખી થતા નથી.