દે તાલી..!
દે તાલી..!
1 min
227
સરખે સરખાં ઓચિંતાં મળ્યાં દે તાલી !
જાણે હરખનાં હિંડોળે ચડ્યાં દે તાલી !
સ્મરણો જૂના કેટલાં સળવળ્યાં દે તાલી !
પરસ્પર અહમનાં વાદળ ટળ્યાં દે તાલી !
નાનાં મોટાંનાં કેવાં ભેદને ભૂલ્યાં દે તાલી !
અંતરના રાજીપા થકી સૌ ફૂલ્યાં દે તાલી !
ભેટીભેટી એકમેકને કેવાં મળ્યાં દે તાલી!
પછી નયનને અશ્રુબિંદુ ના જડ્યાં દે તાલી !
તહેવાર જેવું લાગ્યું કે સુકૃત ફળ્યાં દે તાલી !
ખૂબખૂબ હરખી આખરે પાછાં વળ્યાં દે તાલી !
