STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

દાક્તર કે દેવ !

દાક્તર કે દેવ !

1 min
214

આત્મભોગે સેવા કરનારાને દાક્તર કહું કે દેવ !

મરીઝમાં ઈશ્વર પામનારાને દાક્તર કહું કે દેવ !


નથી કરી પરવા જેણે પોતાના પરિવારની કદી,

કર્મયોગી બનીને જીવનારાને દાક્તર કહું કે દેવ !


ભૂલી મોજશોખ પોતાના લક્ષ્ય દર્દી એક રાખ્યું,

નવજીવન બીમારોને દેનારાને દાક્તર કહું કે દેવ !


સેવાના ભેખધારી જે કોરોના સાથે બાથ ભીડતા,

જનતામાં જનાર્દન જોનારાને દાક્તર કહું કે દેવ !


ધન્ય ધન્ય જનની એ કે સુત સેવાભાવી આપ્યા,

મૃત્યુદ્વારેથી પાછા લાવનારાને દાક્તર કહું કે દેવ !


Rate this content
Log in