STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

ચહેરો વાંચો જરા

ચહેરો વાંચો જરા

1 min
263

શબ્દોથી બહુ કીધું હવે ચહેરો વાંચો જરા,

વિષ સંસારનું પીધું હવે ચહેરો વાંચો જરા,


મિલાવો નયનથી નયન કૈં ઉકેલાશે તમને એ,

દેખાશે અંતરનું સીધું હવે ચહેરો વાંચો જરા,


અબોલ તોય કેટકેટલું એ કહી જાય આખરે,

વગર બોલે કહી દીધું હવે ચહેરો વાંચો જરા,


પરિભાષા મૌનની નિઃશબ્દ અભિવ્યક્ત થતી,

કેટલુંય છૂપાવી લીધું હવે ચહેરો વાંચો જરા,


ભાષા શરીરની આપોઆપ પ્રગટી જતી કેવી !

ઓળખો જે ન વંચાતું હવે ચહેરો વાંચો જરા.


Rate this content
Log in