STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

ચહેરાઓ

ચહેરાઓ

1 min
494


હોય છે જીવનમાં કદી ખૂબ ગમતા ચહેરાઓ,

હોય છે જીવનમાં કદી અણગમતા ચહેરાઓ,


ગેરહાજરીમાં પણ વળી હાજરી એની ભાસે,

હોય છે જીવનમાં કદી મનરમતા ચહેરાઓ,


સ્મરણ માત્ર એનું અકળાવી મૂકતું આપણને,

હોય છે જીવનમાં કદી ખદબદતા ચહેરાઓ,


વળી યાદ જેની રહેતી અડીખમ ન હોય તોય,

હોય છે જીવનમાં કદી સ્થાનલેતા ચહેરાઓ,


હર્ષ કે શોકને વળી શુકન અપશુકન ઊપજાવે,

હોય છે જીવનમાં કદી ઉરને પીડતા ચહેરાઓ,


કીધા વગર સમજી લેતા વેદનાઓ જે નિજની,

શબ્દવિણ સમજતા મનને વાંચતા ચહેરાઓ.


Rate this content
Log in