STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ચા

ચા

1 min
465

પ્રભાતે સુસ્તીને વિદારે છે 'ચા'

નૂતન સ્ફૂર્તિને આવકારે છે 'ચા'


આમ તો કલિયુગની દેવી છે એ,

અત્ર, તત્ર, સર્વત્ર સંચરે છે 'ચા'


શિયાળામાં સંજીવની સમાન છે,

કડકડતી ઠંડીને એ નિવારે છે 'ચા'


બગડેલા સંબંધોને સુધારે છે 'ચા'

નવલા સંબંધોને વિકસાવે છે 'ચા'


સ્વર્ગમાંય નથી ઉપલબ્ધ આખરે,

ચોમાસાની ઠંડી પડકારે છે 'ચા'


Rate this content
Log in