STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

ચા

ચા

1 min
391


કદાચ સ્વર્ગથી ઊતરીને એ આવી હશે, - ચા,

તેથી જ હરકોઈને હંમેશાં એ ફાવી હશે,- ચા,


શરુઆત દિવસની છે એ કરનારી માતૃસમી જે,

સુસ્તીને ઊંઘ રાત્રી તણી એ ઉડાડી હશે - ચા,


કોઈ કામનો શુભારંભ એના થકી જ થનારોને,

જોમજુસ્સો તનબદનમાં એ લાવી હશે- ચા,


કડક, મીઠી, મંદને માફક એના હોય છે પ્રકારો,

પૂર્વકાલે કોઈએ રખે મનુજને બતાવી હશે-ચા,


સ્વાગત મહેમાનોનું કરવામાં છે એ શિરમૌરને,

ક્યારેક ભોજન સાથે પણ શોભાવી હશે- ચા,


ક્યારેક ચૂલે, સગડી, ગેસ કે માઈક્રોવેવ સંગે,

આણી પથ્થર બળતણ મૂકી પકાવી હશે- ચા.


Rate this content
Log in