બોલવું પડ્યું
બોલવું પડ્યું
1 min
454
મૌન કોઈ સમજી શક્યા નહિ એટલે બોલવું પડ્યું,
એટલી ધીરજ ધરી શક્યા નહિ એટલે બોલવું પડ્યું,
ભાષા શરીરની કેટકેટલું કહી રહી હતી અવિરત એ,
એને કોઈ કદી વાંચી શક્યા નહિ એટલે બોલવું પડ્યું,
શબ્દોની સાઠમારીમાં અર્થઘટનો જુદાં જુદાં થનારા,
ઘૂંટ અપમાનના ગળી શક્યા નહિ એટલે બોલવું પડ્યું,
મતભેદે મનભેદનું સ્થાન લઈ લીધું વર્તને એકાએકને,
પારસ્પરિક મનને કળી શક્યા નહિ એટલે બોલવું પડ્યું,
