STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ભૂકંપ

ભૂકંપ

1 min
396

આતતાયીનો ત્રાસ વધી જાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે,

સજ્જનોને ઉપદ્રવ ખૂબ થાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે.


કરોડો સંતજનોનો ભાર ધરા ખમી શકે છે,

યુગોથી આજકાલ,

મૂક પશુઓની હત્યા આચરાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે.


માતાપિતા સંતાનોને જન્મ આપી ઉછેરે,

ને ભણાવે ફરજ સમજી,

એને વૃધ્ધાશ્રમના દ્વાર દેખાડાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે.


બહેન બેટી ન રહે સલામત બળાત્કાર,

છાશવારે થાય છે અહીં,

અત્યાચાર અબળા ઉપર થાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે.


શિક્ષણ હોવું ઘટે મુક્તિદાતા જે પરભવનું,

ભાથું બાંધનારું હોય,

ઉઘાડી લૂંટને ભ્રષ્ટાચાર પરખાય છે જ્યારે,

ભૂકંપ આવે છે ત્યારે.


Rate this content
Log in