STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

ભાષા શરીરની

ભાષા શરીરની

1 min
196

ઘણું બધું એ કહી જાય છે ભાષા શરીરની,

શબ્દો પાછળ રહી જાય છે ભાષા શરીરની,


ચહેરો જ વાંચવાનો રહે છે આ ઘટના મહીં,

અંતર બિચારું સહી જાય છે ભાષા શરીરની,


નથી હોતી કોઈ શાળા શિક્ષણ એનું આપતી,

આપોઆપ એ પ્રગટી જાય છે ભાષા શરીરની,


દરેકને કૈં વાંચતા નથી આવડતી હોતી ભાષાને,

પાત્ર સ્વયં સહજ શીખી જાય છે ભાષા શરીરની,


વગર લખ્યે વગર વાંચ્યે આપલે સંદેશાની થતી,

પરસ્પર એકમેક સમજી જાય છે ભાષા શરીરની,


Rate this content
Log in