STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

બેઠો

બેઠો

1 min
261

તરુવર છાંયે લઈ વિશ્રામ બેઠો,

ઝાડની ડાળી માની તમામ બેઠો,


ઘરથી દૂર નિસર્ગના સાનિધ્યમાં, 

વિચારોના વમળે ઠરી ઠામ બેઠો,


વિચાર વલોણું અંતરે ઊમટતું,

લૈને સાહિત્યનું શુચિ કામ બેઠો,


અનિલ વહે શીત, મંદ ને સુગંધી,

સ્મરીને મુજ ઇષ્ટને રામ બેઠો,


પ્રેરણા પરમેશની કંડારાતી જતી,

હૈયે કૈંક સર્જન તણી હામ બેઠો,


સરિતાનો કિનારો મધુરવારિ સંગ,

વગડાની વાટે દૂરથી ગામ બેઠો,


થયું ઉર પુલકિત સ્પંદનો સવાયાં,

બની ગયું મુજ તીર્થધામ બેઠો,


એકાંત, નિરવ શાંતિ સંભળાતી, 

નથી કોલાહલનું ક્યાંય નામ બેઠો,


વિટપ શાખા રહી સત્કારી જાણે,

રખેને વસું અહીં આઠો યામ બેઠો.


Rate this content
Log in