STORYMIRROR

Yogita Mehta

Others

4  

Yogita Mehta

Others

અફવા

અફવા

1 min
313

કાજળના કાળા શણગારે અફવા ફેલાવી દીધી છે,

આંસુએ રડતાં ચોધારે અફવા ફેલાવી દીધી છે.


'સૂર્યને ઝાકળનું શોષણ કરતાં આજે મેં દીઠો'તો,'

ફૂલે સૂર્યોદયના વારે અફવા ફેલાવી દીધી છે.


'મોતીને સ્વાહા કીધું આ મીને મહાસાગરની અંદર,'

સીપીએ જઈને કિનારે અફવા ફેલાવી દીધી છે.


'મ્યાને ખંજરની સાથે આડા સંબંધો છે રાખેલા,'

લોહી નિંગળતી તલવારે અફવા ફેલાવી દીધી છે.


'આ ચાહત તો આંખો ઉપર પાટો બાંધેલો રાખે છે,'

સુંદરતાના એ અંબારે અફવા ફેલાવી દીધી છે.


'આજે તો મારા રૂપે ભગવાન પણ ના ફાવ્યા છે, રે!'

મૂર્તિએ મંદિરના દ્વારે અફવા ફેલાવી દીધી છે.


Rate this content
Log in