STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

અપેક્ષાઓ આપણી

અપેક્ષાઓ આપણી

1 min
202

રોજરોજ વધતી જાય છે અપેક્ષાઓ આપણી,

ક્યાં કદીએ પૂરી થાય છે અપેક્ષાઓ આપણી,


મનગતિ અવિરત નિતનવું ઝંખનારી હોય છે,

ન થતાં દુઃખ ઉત્પન્ન થાય છે અપેક્ષાઓ આપણી,


બ્રહ્મના બાપની પણ ઈચ્છા અહીં અધૂરી રહે છે,

અતીતમાં આખરે ધરબાય છે અપેક્ષાઓ આપણી,


સંતોષ માત્ર શબ્દકોશમાં જ જોવા મળતો શબ્દ,

વ્યવહારે વિકરાળ દેખાય છે અપેક્ષાઓ આપણી,


વિષચક્ર અપેક્ષાનું માનવીને અસંતોષ જન્માવતો,

તોય માનવી આશા કર્યે જાય છે અપેક્ષાઓ આપણી.


Rate this content
Log in