STORYMIRROR

Aushi Desai

Others

2  

Aushi Desai

Others

અપેક્ષા..

અપેક્ષા..

1 min
2.4K


ગુંચવાઈ ગઈ છે આયખા સાથે,
બંધાઈ જાય છે..!
 
પ્રયત્ન લાખ છૂટવાનાં કરો,
માણસ રંગાઈ જાય છે..!
 
અપેક્ષાનું એવું મારા ભાઈ,
ધસમસતી ચાલે..!
 
ઉદયથી લઈને અંત સુધી,
સહુનાં હ્રદયમાં પંકાઈ જાય છે..!
 
ગામ ગજવીને કહો કે અંતરનાદ હો,
જડ સામે એ ગંઠાઈ જાય છે..!
 
ક્યારેક કહીને ક્યારેક ન કહીને સંતાકુકડી ચાલે,
આમ જ રમત લંબાઈ જાય છે..!
 
ને હદથી વધુ લઈને બેઠેલો,
જીવતો જ ગંધાઈ જાય છે..!


Rate this content
Log in