STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

અન્યાય

અન્યાય

1 min
24.5K

ક્યારેક થયો છે અન્યાય એવું લાગે પણ ખરું! 

મળ્યું છે એથી અધિક હજુ મન માંગે પણ ખરું!


આપણી કર્મનિષ્ઠાને પ્રમાણિકતા નજર અંદાજે,

કામચોરો પ્રગતિમાં હોય વળી આગે પણ ખરું! 


વિચારું છું કદર શબ્દનાં ઝાડવાં સૂકાઈ ગયાં છે,

જશને બદલે જૂતાં આપી કોઈ તાગે પણ ખરું! 


નથી સ્વીકારતું મન મારું આવી વ્યવસ્થાને હજુ,

કોઈ ફૂંકી દેવાળું ને ઘર ત્યજીને ભાગે પણ ખરું! 


હે ઈશ સાંભળ તો ખરા મોટો નાનાને ગળતો કાં?

ના ચાલે હંમેશાં ન્યાય ખાતર કોઈ જાગે પણ ખરું! 


સામગ્રીને રેટ આપો
લોગિન