અનુભૂતિ
અનુભૂતિ
1 min
161
ઈશ્વર છે વિષય અનુભૂતિનો આખરે,
ઈશ્વર છે વિષય અનુરક્તિનો આખરે,
પ્રેમસાધ્ય પરમેશ પરમ પ્રકાશિત પ્રભુ,
ઈશ્વર છે વિષય ચરણરતિનો આખરે,
દયાનિધિ, દાતાર, દીનબંધુ દુઃખભંજન,
ઈશ્વર છે વિષય ઉર્ધ્વગતિનો આખરે,
ભક્તવત્સલ, ભયહારી, ભાવનિધિ તું,
ઈશ્વર છે વિષય સદા સન્મતિનો આખરે,
સત્ય, સનાતન, સર્વેશ્વર, સાકેતવાસી,
ઈશ્વર છે વિષય ટાળવા ભ્રાંતિનો આખરે.
