અંતરનો અરીસો
અંતરનો અરીસો


અંતરનો અરીસો બની જાય છે કવિતા,
કોઈ સહૃદયીને વળી સમજાય છે કવિતા,
ઉર્મિનું અક્ષરમાં છે રુપાંતર એ આખરે,
આખ્ખેઆખાં ઉરને ચીતરી જાય છે કવિતા,
હળવાશ જરુર અનુભવી હશે સર્જકે,
પ્રસૂતિની જેમ રખૈને પ્રગટાય છે કવિતા,
બનીને મૌન અક્ષરદેહે આગળ ધપતી,
કદરદાન ભાળીને એ મલકાય છે કવિતા,
શબ્દથી અર્થને અર્થથી અંતર સુધીમાં,
થઈ પ્રવાહી નદી જેમ વહી જાય છે કવિતા,
નિજાનંદે ભરપૂર ભાવને હોય પ્રસારતી,
અંતરથી નીકળી અંતરમાં સમાય છે કવિતા.