અંતર જપે માળા
અંતર જપે માળા

1 min

39
અંતરનો એક જ નાદ,
જપે, જય ચેહર મા.
રૂપા બા ને લગની લાગી,
જપે અંતરથી જય ચેહર મા,
અડલાજ માં બેઠી માતા,
ડંકો વાગે ચેહર મા નો.
નાયણા નાગરનાં કર્યા શુભ કામ,
ઈતિહાસમાં અમર કર્યું મા એ નામ.
થયા છે પુરા સંકટ ગોરના કૂવે,
ભકતો ભાવે બોલે ચેહર મા.
રમેશભાઈનાં હૈયે આનંદના મુકામ,
અંતરથી જપે ચેહર મા.
ગવૌયા ખુશ થઈ ગાયે રેગડી,
ગુંજે એક નાદ જય ચેહર મા.
ભાવના ને નાગર પરિવાર,
અંતરથી જપે ચેહર મા.