STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

અમે

અમે

1 min
426

તમને અમારું સર્વસ્વ ધાર્યાં અમે,

દિલની પ્રતિ ધડકને સંભાર્યાં અમે,


આમ તો અશક્ય છે ભૂલવાનું કદી,

આસન ઉર આંગણે બિછાવ્યાં અમે,


પ્રતિક્ષા નયનની આગમનને નોતરે,

અમારું ભાવિ તમને વિચાર્યાં અમે,


નથી અલિપ્ત અંતરથી લેશમાત્રને,

સ્મરણ સુમન થકી શણગાર્યાં અમે,


છે હૈયામાં અવિચળ રાજ તમારું ને,

હતું ઐક્ય તોયે વળી આવકાર્યાં અમે.


Rate this content
Log in