STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

અભિલાષા

અભિલાષા

1 min
396

ચરમ અભિલાષા મારી નિરખવાને વદન તારું,

પરમ અભિલાષા મારી પરખવાને નયન તારું. 


છું ભવોભવનો મીનપિયાસી તુજ દર્શન તણો,

ચરમ અભિલાષા મારી સત્કારવા આગમન તારું. 


છે મને ગમતો રંગ પિત તારી ઝંખના કાજે સદા,

ચરમ અભિલાષા મારી હશે એ પ્રભુ વસન તારું. 


ક્યાં શોધું તને મંદિરે મંદિરે કે તીર્થધામે જઈને,

ચરમ અભિલાષા મારી હશે હરિજને જન તારું. 


ના મંત્ર જપ, તપ, વ્રત, અનુષ્ઠાન કે સાધનાને,

ચરમ અભિલાષા મારી હોય વિભુ શરન તારું. 


Rate this content
Log in