STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

આવ્યો ઉનાળો

આવ્યો ઉનાળો

1 min
203

લઈને અગ્નિની ઝાળો આવ્યો ઉનાળો,

ઠેરઠેર દીસતો કંટાળો આવ્યો ઉનાળો.


સીધાં કિરણો સૂરનાં તાપને વધારતાં,

સઘળે સૂનકાર ભાળો આવ્યો ઉનાળો.


પ્રસ્વેદના રેલાથી સહુને પજવનારો,

વરતાવતો કેર કાળો આવ્યો ઉનાળો.


ગરમી સર્વત્ર 'ત્રાહિમામ' ફેલાવનારી,

ઠંડકમાં બરફ ઓગાળો આવ્યો ઉનાળો.


ઠંડીને સાવ દીધી વિદાય ગૈ સંતાઈ,

સરખો કરે એ સરવાળો આવ્યો ઉનાળો.


Rate this content
Log in