આવતીકાલ
આવતીકાલ
1 min
660
કેવળ આજનું વિચારો આવતીકાલ તમારી છે,
ગઈકાલને ના વાગોળો આવતીકાલ તમારી છે,
સાંપ્રતને લ્યોને સજાવીને મનભરીને માણી લો,
દુઃખોને નહિ મમળાવો આવતીકાલ તમારી છે,
કરો આજની ઘડી રળિયામણી કર્મયોગી બની,
રંગીન સ્વપ્નમાં ન વિહરો આવતીકાલ તમારી છે,
પ્રગટાવો દીપ આશાનો એમાં દીવેલ પૂરતા રહો,
કોઈના ભરોસે નહીં રહો આવતીકાલ તમારી છે,
પુરુષાર્થ તમારો પ્રારબ્ધને પણ પલટાવી દેનારો,
હૈયે હામ હરિવરની ધરો આવતીકાલ તમારી છે.
