આવો શ્રીહરિ
આવો શ્રીહરિ
1 min
484
મારી સ્તુતિના ઉચ્ચારે આવો શ્રીહરિ,
મારા ઉરતણા ઉદગારે આવો શ્રી હરિ,
અંતર મારું હરિવર ઝંખતું નિરંતરને,
મારા નયનની અશ્રુધારે આવો શ્રીહરિ,
નથી મારા કોઈ કામના દર્શન સિવાય,
નિર્મળ પ્રેમતણા સ્વીકારે આવો શ્રીહરિ,
મીનપિયાસી તવ દર્શને રહું અવિરત,
મારા અંતરના આવકારે આવો શ્રીહરિ,
વીતતું જીવન મારું તવ વિયોગે નાથ,
ચાતક ઝંખે રામરૂપ આકારે આવો શ્રીહરિ.
