આવકારીએ
આવકારીએ
1 min
439
આવકારીએ દીપાવલીને દીપ પ્રગટાવીને,
આવકારીએ દીપાવલીને રોશની ફેલાવીને,
વર્ષનો દિવસ અંતિમ સરવૈયું વિચારીએ,
આવકારીએ દીપાવલીને અંધકાર વિદારીને,
રોશનીની ઝાકમઝોળથી શેરી શણગારીએ,
આવકારીએ દીપાવલીને બૂરાઈઓ નિવારીને,
ફટાકડાની મોજમસ્તી આતશબાજી કરીએ,
આવકારીએ દીપાવલીને ઉલ્લાસ પ્રગટાવીને,
સ્નેહસુધા વાણીવર્તને સાધ્ય એને બનાવીએ,
આવકારીએ દીપાવલીને નવા સંકલ્પો લાવીને.
