આવી તું
આવી તું
1 min
280
જિંદગીનો એક નવો અધ્યાય બનીને આવી તું,
જાણે કે કોઈ અટપટો વિષય બનીને આવી તું,
આગમન તારું મારી ઝંખનાનું પરિણામ હશે ને,
મારા જીવનનો રખેને પર્યાય બનીને આવી તું,
હતો હું પણ અલિપ્ત આવી દુનિયાદારી થકી,
મારી રાહમાં સોનેરી સમય બનીને આવી તું,
વસંત સાથે તારે સૌખ્ય હશે જૂગજૂનું વળી,
બની અલંકારે શકે અનન્વય બનીને આવી તું,
હતો એ સમન્વય આપણો રૂપગુણનો નક્કી,
સીધીસપાટ કેડીમાં પરવલય બનીને આવી તું.
