Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

ચૈતન્ય જોષી

Others

3  

ચૈતન્ય જોષી

Others

આવી જા તું!

આવી જા તું!

1 min
487

તારો પ્રેમ પદાર્થ લઈને,

હરિ હવે આવી જા તું ! 

મારી ભૂલો બધી ભૂલીને,

હરિ હવે આવી જા તું ! 

કરુણા તારી કેશવ,

અપરંપાર રહી છે કેટલીને,

હૈયે હેત હરિવર ધરીને,

હરિ હવે આવી જા તું ! 

આ તો છે પ્રતિક્ષા ઉરની,

અવધેશ વિચારજે,

છે મારે પ્રભુ ખરાખરીને,

હરિ હવે આવી જા તું ! 

છે સર્વસ્વને સર્વોપરી,

મારે તું એક મનમોહન,

તારી મમતા ખુલ્લી કરીને,

હરિ હવે આવી જા તું ! 

નાથ તારા શરણે ન હોય,

ભય ચિંતા કે ઉપાધિ,

આંખ મારી નિહાળી ઠરીને,

હરિ હવે આવી જા તું ! 

Rate this content
Log in