Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Tragedy

3  

Alpa DESAI

Others Tragedy

સાધના ભાગ-૧૮

સાધના ભાગ-૧૮

5 mins
15.1K


પોતાના ભાઈ-ભાભી ગયા બાદ સાધનાની મનોસ્થિતિ કહી શકાય તેમ ન હતી જે વ્યક્તિ,પોતાની મનની વાત પોતાના પતિને કહી શકતી ન હોય. તો ભાઈ-બહેનને કેમ જણાવે ? સાધનાને ખુદ તેના પર ગુસ્સો આવ્યો. પણ નાનીમાના શબ્દો યાદ આવ્યા, ”તારે માંનથી અને ઘરની વાત બહાર ન જવી જોઈએ તો જ તું સુખી થઈશ. તેને મનમાં થયું મારા જીવનમાં આવેલી કેટલી સ્ત્રીઓ છે, જેમ કે નાનીમાં નણંદ, ભાભી, બહેન, સહેલી, સાસુ, મીતામાસી, ભાભુ કોઈને મારી વાત ગંભીર ન લાગી બધાએ સમાજની બીકે એક કે બીજી રીતે સમજાવવા નો પ્રયત્ન જ કર્યો. દમન કર્યું, પોતાનો ફેસલો મારા પર થોપ્યો. તો હવે મેં જે સ્વતંત્ર નિર્ણય લીધો તે યોગ્ય જ છે. હું મારી રીતે કઈ સમજતા અને સમજાવતા થઇ. હવે મારા નસીબ જે પણ થશે તે હું ચુપચાપ સહન કરીશ. મારા કર્મમાં જેટલું ભોગવવાનું હશે તે ખુશી ખુશી ભોગવીશ. એક વાર દુખ પણ મારાથી ડરીને દુર જતું રહેશે. અને હું એક પીઢ બનીને હસ્તેમોએ તેનો સામનો કરીશ. જેથી આવનાર પેઢી પણ મારી જેમ સુવાસ ફેલાવે.

આમ વિચરતા વિચારતા તે કામ કરવા લાગી. તે દિવસ અગિયારસ હતી. કઈ પણ મોમાં નાખ્યું ન હતું અને તે કામ કરતા જ અચનાક ચક્કર આવતા પડી ગઈ. કૈલાશબેન તો ગભરાઈ ગયા ! તેમણે બાજુવાળાને બુમ પાડી. મીતાબેન અને કૈલાશબેને લીંબુનું સરબત પીવડાવ્યું તો ઉલટી થઇ ગઈ. હવે વાતને ગંભીર ગણી. તે લોકો સાધનાને ડોકટર ચારુબેન પાસે લઇ ગયા. તેમણે સાધનાને તપાસી તેનું વજન કર્યું અને સાંજે રીપોર્ટ આપીશ તેમ કહ્યું ઘરે જઈને જામી લેવા માટે દબાણ પણ કર્યું. પણ એકાદશી છે, તેથી હું ફળાહાર કરીશ. તો ડોક્ટર ગુસ્સામાં બોલ્યા કે, "મારે તમને અહી દાખલ કરવા પડશે જો તમારે ન જમવું હોય તો ! સાસુ કૈલાશબેનને કહેવામાં આવ્યું કે સાધનાનું વજન બહુ ઓછું છે તેને બે દિવસ હોસ્પીટલમાં દાખલ કરવા પડે તેમ છે. તેનું બી.પી.પણ લો છે માટે હું કઈ જોખમ લેવા માંગતી નથી. તમે સાધના ને દાખલ કરી દો.

મીતાબેન હોવાથી સાસુ કઈ ન બોલ્યા તેમણે ડોક્ટરને કહ્યું, "તમને યોગ્ય લાગે તેમ કરો" અને ભરતને ફોન લગાવ્યો, “હેલ્લો, બેટા હું મમ્મી બોલું છું. આજે સાધનાને જરા સારું ન લગતા હું તેને પરાણે દવાખાના લઈને આવી અને તેને દાખલ કરી દીધી છે. તું અડધી રાજા લઈને અવાય તો આવી જજે. ગ્લુકોઝના બાટલા ચડાવ્યા છે. ડોકટરે ના પડી છતાં એકાદશી છે એમ કહીને કહી ન ખાવાનું કહ્યું. તેથી આ ખર્ચો કરવો પડ્યો.” ભરત અડધી રજા મુકીને આવી ગયો. તે પણ સાધના પર ગુસ્સે થયો કે, "જમતી કેમ નથી બરાબર. ફ્રુટ જ્યુસ બધાની સાથે તારે પણ પીવો જોવે ને ! હવે હોસ્પિટલનું બીલ કેટલું આવશે ?" સાધના તેના જુના અંદાઝ ના એક પણ શબ્દ ન બોલી. સાંજના રીપોર્ટ આવી ગયો ડોક્ટર ચારુએ ભરતને અંદર બોલાવ્યો, અને થોડા પ્રશ્નો પૂછ્યા કે, “લગ્ન ને કેટલો સમય થયો ? તમારા વાઈફ ક્યાં ના છે ?

ભરતે બધા પશ્નોના સંતોષ કારક જવાબો આપ્યા. હવે ડોક્ટર બોલ્યા કે, "સાધનામાં બનવાની છે, તમારે તેનું ખુબ ધ્યાન રાખવાનું છે. તેનું વજન બહુ ઓછું છે. તો તેની અને બાળકની તંદુરસ્તી માટે ભરપુર આહાર અને આરામ કરવાના છે." ભરત આ સાંભળતા જ ખુશી ખુશી થઇ ગયો. તે સીધો જ સાધના પાસે દોડી ગયો અને સાધનાનો હાથ પોતાના હાથમાં પકડીને બોલ્યો, “થેંક યુ વેરી મચ, હું પપ્પા બનવાનો

છું. આ સાંભળતા જ સાધનાના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.તેને થયું ભગવાને મારી લાજ રાખી. ત્યાતો કૈલાશબેન પણ હરખાતા આવ્યા અને કહેવા લાગ્યા કે, "જોયું મારા લાલજી મને ક્યારેય નિરાશ ન કરે મારીને તારા પપ્પાની પ્રાથના ફળી. તું તારા પપ્પાને ફોન કરીને આ ખુશ ખબર જણાવી દે .પણ તેને લાગ્યું કે આ વધામણી મારે દેવી છે . અને તેઓ ફોન પર બોલ્યા કે “મારા ભરતને ત્યાં પારણું બંધાયું છે. તમે દાદા બનવાના છો. તો વહેલા દુકાન વધાવીને આવી પોહોચજો. ભરતને ફોન આપી મુક્યો. બધા પોત પોતાની ખુશીમાં એકબીજાને વધામણા આપવા લાગ્યા. પણ સાધનાના મનમાં કેવો આનંદ છે ? તે શું વિચરે છે ? તેની તસ્દી કોઈએ લીધી નહિ. સાધનની બહેનને ત્યાં વધામણી દેવા નાનો દિયર ગયો. તો કૈલાશબેને ત્યાં કહેવડાવ્યું કે, "ચાંદીની ટબૂડીમાં સાકાર ભરીને મામાના ઘરેથી આપવાની હોય. પણ મામા દુર છે, તો આ રીવાજ માસીએ કરવો પડે."

જયશ્રીબેને રીવાજ મુજબ બધું કર્યું અને સાંજે હોસ્પીટલમાં મળવા પણ આવ્યા. હવે ઘરની તમામ જવાબદારી, ટીફીન તથા સાધનાની પણ જવાબદારી તેમના પર આવી પડી. ભરત પણ સાધનાનું વિશેષ ધ્યાન રાખવા લાગ્યો. એમ જ દિવસો પસાર થવા લાગ્યા હવે સીમંતનો પ્રસંગ આવ્યો. દુબઈથી રેખા પણ આવી ગઈ. અને સીમંત કરીને સાધનાને ગામ તેડી ગયા. નવ માસ પાક્કા પુરા થતા સાધનાએ પુત્રને જન્મ આપ્યો. બાપુ આજે ખુબ ખુશ હતા. પોતાની દીકરી જેટલું રહેવું હોય તેટલું રહી શકશે.પણ સાધનને ઊંડેઊંડે મનમાં એક હાવ હતો, કે મને રોકવા નહિ આપે તો ?અગિયારવાસા થયા, ભરત પોતાના લાડકા પુત્રને રમાડવા આવી પોહોચ્યો. તેને ચાંદીની ચકરડી દાદી તરફથી અને કપડા ફઈ તરફથી અને રમકડા કાકા તરફથી આપ્યા.

સાધનાને પણ થયું હવે મમ્મીનું વર્તન બદલાઈ જશે અને સૌ સારા વાના થશે. રાતના ભરત જમીને સાધના પાસે બેઠો હતો. પોતાના લાલાને રમાડી રહ્યો હતો.રમાડતા જ તે બોલ્યો, “હવે મારો દીકરો તેના ઘરે જશે, ફીની સાથે રહેશે, દાદા દાદી થોડા દિવસમાં જ તેડી જશે હો !તને.” સાધનાનું મન અણસાર માપી ગયું. તે માનસિક તૈયાર થઇ ગઈ. વધારે બોલવું વ્યર્થ જ હતું. અને સવા મહિના બાદ કૈલાશબેન, ફૂઈબા, ભાભુ ને હિરજીભાઈ લડવા લઈને આવ્યા. બધો રીવાજ પૂરો કરીને સાધનાંને તેડી જવાની વાત કાઢી. બાપુ આ વખતે કડક થઈને બોલ્યા કે’ “ના હમણાં નહિ મારા નાના દીકરાની સગાઈની વાત ચાલે છે.

તો સાધના આવેલી છે, તો અમારો પ્રસંગ પતાવીને જ જાય. ફરી નાના બચ્ચાને લઈને આવવાની હાડમારી , તો આપ એક માસ પછી જ તેડી જાસો”. હવે કૈલાશબેન બોલવા જતા હતા, ત્યાં વચમાં હીરજીભાઈ એ સંમતી આપી દીધી, ”સારું, છોકરું હાથજલ્લું થાય પછી જ મોકલજો.(ક્રમશ:)


Rate this content
Log in