Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Others Romance

3  

Alpa DESAI

Others Romance

સાધના-૧૪

સાધના-૧૪

5 mins
14.4K


સાધનાએ આજે આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી, ઢીલો ચોટલો તેમાં નાનું મઘમઘતું ગુલાબનું ફૂલ, મરુન રંગનો કોરા કંકુનો ચાંદલો કર્યો હતો. આજે તે ખુબ સુંદર લાગતી હતી. ભરતના મિત્રો તો તેને જોઇને દંગ જ રહી ગયા, એટલી સાદગીમાં પણ આવું અનુપમ રૂપ. તેમણે તો મજાક કરી, "ભાભી તમે તો મારા મિત્રને તમારી સાદગી થી જ ક્લીન- બોલ્ડ કરી દીધો છે. હવે તે અમારી સાથે બહાર આવવામાં પણ આના કાની કરે છે .આજે તો બધા સાથે હતા તેથી ,તમને લઈને આવ્યો છે.” સાધના ખરેખર શરમાઈ ગઈ. બધાએ પાણીમાં ખુબ ધમાલ કરી , ભેલપૂરીની મિજબાની પણ માંણી.

હવે રાત થવા આવી હતી. સાધના એ ભરતને યાદ દેવડાવ્યું કે "કાલે તમારે ઈન્ટરવ્યું છે તો ઘરે જલ્દી પોહોચી જઈ તો ? પપ્પા એ પણ જલ્દી આવી જવાનું કીધું હતું." ”સારું તો ચલો, હવે બધા નીકળીએ” ? કહીને બધા ઘર તરફ આવવા ટેક્ષીમાં ગોઠવાયા. ઘરે પોહ્ચતા જ સાધના ઘર કામમાં લાગી ગઈ. કૈલાશબેને થોડી જમવાની તૈયારી કરી રાખી હતી. 

“સવારે કેટલા વાગે જવાનું છે ચર્ચગેટ ?” પપ્પા બોલ્યા

“સવારે નવ વાગ્યે ત્યાં પોહોચી જવાનું છે." ભરત બોલ્યો.

“કેટલા વાગે છુટ્ટો થઈશ ?” ફરી પ્રશ્ન ,

“બેથી ત્રણ કલાકમાં .” ભરતે ઉત્તર આપ્યો .

"સારું ત્યાંથી પતાવીને સીધો જ એમ.જે.માર્કેટ પર આવી જજે. મોટાકાકા પણ કહેતા હતા કે "જ્યાં સુધી તારી નોકરીનું પાક્કું ન થાય, ત્યાં સુધી તારે દુકાને પર આવી જવાનું છે."

"સારું પપ્પા" ભરત ખાલી એટલું જ બોલ્યો અને સાધનાએ પીરસેલી થાળી જમવા લાગ્યો.

રાતના કામ આટોપીને સાધના તેના રૂમમાં આવી. આજે ભરત તેના મિત્રોને મળવા નહતો ગયો. તે રૂમમાં સાધનાની વાટ જોતો હતો સાધના એ પાણી આપ્યું અને બોલી "દુકાન પરથી ક્યારે આવશો ?

“ ખબર નહી ,” એવો ન ગમતો જવાબ આપીને ભરત બોલ્યો, હજુ મારે તારી સાથે ફરવું હતું. મારે તને આખું મુંબઈ બતાવવું હતું. પણ પપ્પા એ, મારા સપના પર પાણી ઢોળી દીધું." સાધના પોતાના પ્રિયેના "માથામાં હાથ ફેરવતી હતી. ભરતની આંખો ઘેરાવા લાગી છતાં તે બોલ્યે જતો હતો. સાધના તેની વાત સાંભળતી હતી પણ પ્રેમનો હુંફાળો સ્પર્શને પણ માણતી જતી હતી. આજે તે બહુ ખુશ હતી. આજે આંખો દિવસ તે ભરતની સાથે હતી. ભરતે આંખો ખોલી અને બોલ્યો “કઈ તો બોલ !” હું કાલ થી આંખો દિવસ દુકાન પર જઈશ અને રાતના આવીશ.

હું અને તું રાતના મળશું. કેવો સમાજ છે ? મારી મજબૂરી પણ નથી સમજતા."

સાધના હસવા લાગી અને બોલી, "મારા ભોળા પતિ દેવ, હું કઈ આંખો દિવસ તમારી સાથે થોડી બેસી રહું ? મારે પણ ઘરકામ હોય કે નહિ ?અને મોટાની વાત તો માનવી જ પડેને ? તમે મોડા આવશો તો હું તમારી રાહ જોઇશ. તેમાં પણ કેવી મજા આવે ! ત્યાં તમે મને યાદ કરજો અને અહી હું તમારાં આવવાની રાહ જોઇશ. તેમાં પ્રેમ બેવડાશે." આમ સાધના એક પરિપક્વ મિત્ર બનીને પોતાના પ્રિયપાત્રને સમજાવી રહી હતી. તેણે પંખો થોડો ફાસ્ટ કર્યો. હવા આવવાથી તેના સુવાળા વાળ ઉડવા લાગ્યા અને તેને આંખો બંધ કરી લીધી.

અચનાક ધીમે રહીને કોઈ રૂમનો દરવાજો ખખડાવતું હતું. સાધનાની આંખો ખુલી ગઈ તેને ઘડિયાળમાં જોયુ તો સવારના છ વાગી ગયા હતા. તેણે ઝટપટ ઉભી થઇને દરવાજો ખોલ્યો. સામે કૈલાશબેન ઉભા હતા.તે બોલ્યા ‘જયશ્રી -કૃષ્ણ’ ઝટપટ નહિ ધોઈને તૈયાર થઇજા . ભરત નું ટીફીન બનાવાનું છે અને તમારા પપ્પા માટે ઓછી સાકર વાળી ચા બનાવીને તૈયાર રાખજે. અમે બંને હવેલી મંગળાના દર્શન કરીને આવીએ. ભરતને સમયસર જગાડી મૂકજે."

"સારું મમ્મીજી." કહીને તે મુખ્ય દરવાજો બંધ કરીને તૈયાર થવા લાગી. આજે તે આછા લીલા રંગની સાડીમાં અતિ સુંદર લગતી હતી. નાહીને તેણે ભરતને જગાડ્યો. ભરત તેના કોમળ દેહમાંથી આવતી ફોરમને માણી રહ્યો હતો. ત્યાંજ સાધનાએ તેને બળજબરીથી પલંગ પરથી ઉઠાડયો. ભરત પણ પપ્પા આવી જશે તો? તો બોલશે. તેથી જલ્દી તૈયાર થઇ ગયો. સાધના પણ જમવાનું બનાવવા લાગી. ભરત "રાતના આવીશ" કહીને ચર્ચગેટ જવા નીકળ્યો.

ત્યારબાદ નાસ્તો ચા અને પાણી કરી તેમનું અને ભરતનું ટીફીન લઈને પપ્પા માર્કેટ જવા નીકળ્યા. હવે ઘરના નાના મોટા કામ પતાવવાના હતા. સાધના ધીમેધીમે ઘરની રહેણી કહેણી શીખવા લાગી આજે સાંજે તેની બહેન ઘરે આવવાની હતી, તે આવીને બધા ને રવિવારે જમવાનું આમંત્રણ આપી ગઈ.

"રાત જલ્દી પડી ગઈ, કૈલાશબેને જમવામાં સુકીભાજી, થેપલા, રાયતા મરચા, સૂપ અને પુલાવ બનાવવાનો ઓર્ડેર આપ્યો. આટલી રસોઈ કરતા તો રાત પડી જશે તેથી સાધના એ કામ ઝટપટ શરુ કરી દીધું. ત્યાં ભરત આવી ગયો. કામ જલ્દી આટોપી ને, નાહીને તે પોતાના રૂમમાં આવી આજે તે થોડી થાકેલી લાગી. પણ ભરત સાથે બેસીને વાત કરતા તેનો થાક ગાયબ થઇ ગયો. બન્ને એ પોતાના દિવસ દરમિયાનની વાત કરી.

“કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યુ ?" "સરસ, બે દિવસમાં ખબર પડી જશે કંપનીવાળા ફોન કરીને બોલાવશે, મેં દુકાનનો નંબર આપેલો છે.”

"સારું"

“પણ આજે તું થાકેલી કેમ લાગે છે ?”

“ના એ,તો એમ જ !” સાધના થોડી પાસે સરકી. બારી માંથી ઠંડો પવન વહી રહ્યો હતો. બે પંખીડા એક બીજામાં ઓતપ્રોત હતા.ત્યાંજ સાધનાને યાદ આવ્યું કે, મમ્મી એ છ વાગ્યે ઉઠવાનું કહ્યું છે તો ,તે અલાર્મ મુકવા ઉભી થઇ. ભરતને આવી અડચણ પસંદ ન પડી. તે મનોમન મમ્મી પર ગુસ્સે થયો.

સવાર પડતા જ ફરી ઝટપટ કામ પર લાગેલી સાધના થોડી કરમાયેલી

લાગી. પણ કામમાં હોવાથી તે પોતાનું મો પણ અરીશામાં જોઈ શકતી ન હતી. ભરત પણ રાતના ગુસ્સામાં જલ્દી દુકાન પર જવા નીકળી ગયો. સાધના આંખો દિવસ તેના જ વિચારમાં ખોવાયેલી રહી. આજે કામ પણ બરાબર થતું ન હતું. "સાધના ઓ સાધના, ! ભરતનો ફોન છે." સામે વાળા મીતામાંસી બોલ્યા. સાધના ઝટપટ પગના પહેર્યા વિના જ દોડી. ફોનમાં સામેથી “હું ભરત, કામ પતિ ગયું ? તો સાંભળ મારી જોબ પાક્કી થઇ ગઈ છે. તે લોકોનો હમણાં જ ફોન હતો, કાલથી જોઈન્ટ કરવાનું છે. તું મમ્મીને આ વાત જણાવી દેજે. હું રાતના વહેલો આવી જઈશ અને કેરીનો રસ લઇ ને આવીશ, તો તું એ રીતનું જમવાનું બનાવજે." સાધનાએ "હા સારું" કહીને ફોન મૂકી દીધો.”

મીતા માસી બોલ્યા બેસ બેટા , પણ સાધના પૂછ્યા વિના આવી હતી તેથી "પછી આવીશ" એમ કહીને ઘરે આવી ગઈ. આવીને તેને મમ્મીને આ ખુશ ખબર જણાવી. મમ્મી બોલ્યા, "સારું ! સારા સમાચાર છે. તારા પગલા શુકનવંત નીવડ્યા. સાધનાને આ ગમ્યું, ત્યાજ મમ્મી બોલ્યા કે "સૌ પહેલા મને જણાવ્યું હોતને તો હું આખી બિલ્ડીંગમાં ગાજતી ફરત ... કઈ નહિ હવે બધા ને કહીશ." કહીને તેઓ ઘરની બહારના પોર્ચમાં બેઠેલી મંડળીમાં પહોચી ગયા. સાધના ખુશીખુશી જમવાની તૈયારી કરવા લાગી. ભરતને પપ્પા પણ સમયસર આવી પોહોચ્યા. નાનો ભાઈ પાર્ટી માંગવા લાગ્યો, ભરતે રવિવારે બધા રાતના બહાર જમવા જશું એવું જણાવ્યુ. સાધના કામ આટોપી નાહીને પોતાના રૂમમાં ગઈ.

(ક્રમશ)


Rate this content
Log in