Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગીત
ગીત
★★★★★

© Anil Vala

Others

1 Minutes   1.3K    6


Content Ranking

ઘમ્મરવલોણાંજી...

તમે કિયા તે દેશથી આવ્યા

રે હો ધમ્મરવલોણાંજી

કઈ કઈ રાણીએ અપનાવ્યા

રે હો ઘમ્મરવલોણાંજી

તમે ચણિયાચોળી પહેરાવ્યા

રે હો ઘમ્મરવલોણાંજી

તમે એમ કરી રાણી હરખાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે ઝાઝેરાં સુખડા લાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે એટલે તો આટલું ફાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે માંડવડા ક્યાં ક્યાં નંખાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે ત્રાજવડાં બાવડે ત્રોફાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે ચંદરવા ગગને બંધાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમે ઓતરથી ઢોલિયાં મંગાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

અમે આંસુડાં છાનાં છલકાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

અમને સાનમાં તે શાને સમજાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

તમને જાણીબૂઝીને અપનાવ્યાં

રે હો ઘમ્મરવલોણાંજી

 

                       

ગીત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..