મયપરસ્તી
મયપરસ્તી
1 min
6.8K
આંખથી આમ પીધો છે,
શબ્દનો જામ પીધો છે.
રામ કે શ્યામ માનીને,
મૂકીને મામ પીધો છે.
મેં છલોછલ ભરી પ્યાલી,
એક આયામ પીધો છે.
હોશ માંહે રહી કાયમ
રોજ બેફામ પીધો છે.
જા, કહી દે જગતને તું,
મેં સરેઆમ પીધો છે.
જે નશાનું જ સપનું છે,
ધર્મને ધામ પીધો છે.
મેં દુ:ખીને સુખી જોવાં
ભીડીને હામ પીધો છે.
વો બદલ ભી ગયે સાકી
પ્રિયને નામ પીધો છે...