Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એના તરફ
એના તરફ
★★★★★

© Dave Ravikumar Kanubhai

Others

1 Minutes   6.8K    5


Content Ranking

એ રીતે જોઈ રહ્યો એના તરફ,
કોઈ જોતું જેમ કેમેરા તરફ.
 
માન મોભાની જો છત થથરી ગઈ,
તો મુક્યો વિશ્વાસ મેં પાયા તરફ.
 
એ નદીના આંસુનું વર્ણન પુછે,
ધ્યાન મારું જાય પરપોટા તરફ.
 
તું તો મુંગો થઈ ગયો પથ્થર બની,
કંઈ રીતે જોવું હવે તારા તરફ?
 
કોઈએ પુછ્યું બગીચો ક્યાં હશે?
હાથ ચીંધ્યો તારા ઈલાકા તરફ

કવિ સમ્મેલન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..