Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dave Ravikumar Kanubhai

Others

3  

Dave Ravikumar Kanubhai

Others

થંભી ગયો

થંભી ગયો

1 min
14.3K


જૂઠથી આ હોઠ જો કંપી ગયો,
તો સમજ જે સત્ય તું ખોલી ગયો.

ભૂલવામાં આપને એવું થયું,
કોણ છું બસ એ જ હું ભૂલી ગયો.

ભીંત પરથી માનો એક ફોટો પડ્યો,
ને સમય પણ એ પછી થંભી ગયો.

એકમાં શ્રદ્ધા હશે તો ચાલશે,
મૂર્તિઓ કાં આટલી સર્જી ગયો?

માના પત્રોમાં તો ખાલી શબ્દ છે,
દીકરો એ લાગણી સમજી ગયો.


Rate this content
Log in