ડોસા ડોસીનું વ્હાલ
ડોસા ડોસીનું વ્હાલ
1 min
6.8K
એંશીની થઈ તોયે ડોસાને ડોસી તો એવી ને એવી દેખાય છે.
ડોસો છે જાણે કે મોટુમસ ઝાડ અને ડોસી છે જાણે કે ડાળખી,
ડોસા પર દુઃખોના તડકા પડે ને તો સ્નેહના એ પાંદડાઓ ઢાંકતી.
ડોસી શરમાય ત્યારે ડોસાના દિલમાં જો વ્હાલપનો દરિયો છલકાય છે.
એંશીની થઈ તોયે...
છાતીના ઊંડાણે ઉગેલું હેત જોઈ ડોસીએ ચૂમ્યો જો ગાલ,
ડોસાના હસવાના બોખા વ્યવહારમાં ઉડ્યો શરમનો ગુલાલ.
જીવનના સાંજ સમય ડોસો ને ડોસી બે મનગમતા ગીતોને ગાય છે.
એંશીની થઈ તોયે...