Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

2  

Anil Vala

Others

અશ્વ

અશ્વ

1 min
6.9K


મેં વર્ષો પહેલાં આદરેલો અશ્વમેઘ યજ્ઞ હજુયે પૂરો થયો નથી.

હું રાહ જોઉં છું, મારા ઘોડાના મરવાની.

પહેલાં એ યજ્ઞમાં જતો

હવે જાય છે રેસમાં.

પુરાતનકાળમાં

અશ્વશાળામાં રહી ચૂકેલો

કરબલાનાં મેદાનમાં વિંધાઈ ચૂકેલો

રામાયણ- મહાભારતનાં

અશ્વદળોમાં રખડેલો-રઝળેલો, તાજો-માજો, સાવ-સાજો

મારો ઘોડો બંદૂકનો ઘોડો

પડતાંની સાથે ગોળીની જેમ ભાગે છે,

હવે... ક્યારેક મારામાં, તમારામાં,

આપણામાં ઓચિંતું હણહણીને યાદ દેવડાવે છે:

આપણી આદિમ અવસ્થાની.


Rate this content
Log in