Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nishtha Vachhrajani

Others

3  

Nishtha Vachhrajani

Others

મેહુલો

મેહુલો

1 min
376


ઓલા, મેહુલાને કે'જો કે,

જાન જોડીને આવે,

ઉમડતો ને ઘુમડતો,

વાદળોના રથે સવાર 

થ‌ઇને આવે.


કડાકા ને ભડાકા એ જાણે

એની જાનમાં ફુટતાં ફટાકડાં,

વળી, તેજના લસરકા,

સંગાથે લ‌ઇને આવે.


સોનેરી ને રૂપેરી કોરે,

દામિની દમકતી આભલે,

એના ચમકારા ફાનસ 

બનીને આવે.


મનોહર રંગો રેલાયા આકાશે,

મેઘધનુષ રંગોથી ભરપૂર ,

રંગોળી લ‌ઇને આવે.


કોડીલો, કામણગારો મેહુલો,

ફોરાં, ટીપાં ને કરાં જેવા

જાનૈયાઓને જોડીને આવે.


મેહુલાનું સ્વાગત કરવાને,

દેડકાઓ સૌ પહેલા પધારે,

'ડ્રાઉં - ડ્રાઉં' કરી માહોલ

બનાવી આવે.


મેહુલાની સવારી આવતી જોઇ,

મયૂર સૌથી વધુ હરખાયે,

જાનમાં એ નાચતો

ને કળાઓ કરીને આવે.


મેહુલાની આગતા-સ્વાગતા કરવાને,

કાગને ડોળે રાહ જોતો

ઓલો ચાતક,જાનમાં

અણવર બનીને આવે.


ધરતીને પણ પિયુ મિલન કાજે,

નવોઢા શી લજાતી જોઇ,

મેહુલો વરરાજ મલકાતો આવે.


Rate this content
Log in