Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigar Faradivala

Others

2  

Jigar Faradivala

Others

સરે છે

સરે છે

1 min
6.8K


સરે છે જે હાથમાંથી,એ સળવળનું દૃશ્ય ચીતરું,
મથામણના હર લસરકે કરું અળગું વ્યર્થ સઘળું.

ઘડીભર તો લાગે ખુદને છળી લઉં હું આજ થોડું,
ઘડીભરમાં આ ખયાલો બળે એનો પર્વ ઉજવું.

ફરી આજે એમ લાગ્યું મજા ખુદમાં છે અહીં બસ,
ફરી આજે તો'ય પણ હું ભળ્યો ટોળે અમથે અમથું.

કોઈ પણ ન ધ્યાન દેશે એ અંતિમ છે સત્ય એનું,
સફેદીને છાનું છપનું ફૂટ્યું લીલું એક ફણગું.

લખી શકવું એ જ રીતે ઘણો અઘરો છે અનુભવ,
મથે દડવા આંખમાંથી કોઈ રાતું જેમ ટપકું


Rate this content
Log in