Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદનું આગમન
વરસાદનું આગમન
★★★★★

© Bhavin Desai

Others

1 Minutes   13.4K    5


Content Ranking

તોફાનનો પવનશો લહરે અમાપે
સંગે ઝુલે હરખથી તરુ આપઆપે
 
બાંધે અહીં ધુળ ઉડી વિહરાય વાદળ
જો જો! છવાય નભમાં ઘનઘોર કાજળ
 
આ દામિની ચમકતી ગરજે ડરાવે
ને મેઘપ્યાસ ધરતી તણી છે બુઝાવે
 
ભૃંગી કરે ભ્રમણ ફૂલ સમીપ ઝૂમી
પીતી પરાગઘરનાં રસ સત્વ ચૂમી
 
જ્યાંયે પડે નજર ને દિસતાં જ પાણી
ને ક્યાંક બાળક રમે જળ મોજ માણી
 
પંખી બધાં વિહરતાં મદમાં હવામાં
છોડી બધી ફિકરને થતું જે થવામાં
 
અલ્લાહ ને ઈશ અભેદ બની વધાવે
સૃષ્ટિ બધી જ નવચેતનને જગાવે.
 
 

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..